બાંગ્લાદેશ 265/8 : શાકિબ-તૌહીદની ફિફટી : શાર્દુલની 3, શમીની બે વિકેટ : ભારતની નબળી શરૂઆત, રોહિત-તિલક સસ્તામાં ઊડયા
કોલંબો, તા.15 : એશિયા કપના સુપર-4ના છેલ્લા ઔપચારિક મુકાબલામાં ભારતે ટોસ જીતી દાવ આપ્યા બાદ બાંગ્લાદેશે સુકાની શાકિબ અલ હસન અને તૌહીદ હૃદોયની ફિફટીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 265 રન બનાવ્યા હતા. ભારત વતી શાર્દુલ ઠાકુરે 3 અને મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. ફાઈનલ પહેલાના ઔપચારિક મેચમાં ભારતે પાંચ ખેલાડી બદલ્યા હતા. ભારતની શરુઆત નબળી રહી અને ઓપનર રોહિત શર્મા શૂન્ય રને તથા તિલક વર્મા 5 રને તથા કેએલ રાહુલ 19 રને આઉટ થયો હતો. 17.2 ઓવરમાં ભારતનો સ્કોર 3 વિકેટે 74 હતો. શુભમન ગિલ 42 રને દાવમાં હતો.
પહેલા બેટિંગમાં આવ્યા બાદ બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. 2.1 ઓવરમાં 13 રનના સ્કોરે પહેલો ઝટકો લાગ્યો હતો. શમીએ લિટન દાસને ઝીરો રને બોલ્ડ કર્યો હતો. શાર્દુલ ઠાકુરે તંજીદ હસનને 13 રને બોલ્ડ કર્યો ત્યારે સ્કોર 3.3 ઓવરમાં ર વિકેટે 19 હતો. બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહયો અને અનામુલ હક માત્ર 4 રન બનાવી શાર્દુલની ઓવરમાં કેચ આઉટ થયો ત્યારે સ્કોર 10 ઓવરમાં 3 વિકેટે 44 હતો. 14.2 ઓવરમાં મિરાજને 13 રને અક્ષરે રોહિત શર્માના હાથમાં ઝીલાવી દીધો