• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ભારત વિરુદ્ધ વન ડે શ્રેણી : અૉસ્ટ્રેલિયાની ટીમ જાહેર  

સ્મિથ, મૈકસવેલ, સ્ટાર્કની વાપસી

મેલબર્ન, તા.17 : ભારત વિરુદ્ધ 3 વન ડેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં અભુનવી બેટર સિમથ, ઓલ રાઉન્ડર મૈક્સવેલ અને ઝડપી બોલર સ્ટાર્કનો સમાવેશ કરાયો છે. ઓસ્ટ્રેલિયાની 18 સદસ્યોની ટીમમાં ત્રણેય ખેલાડી પાછા ફર્યા છે જેઓ ઈજાને કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ શક્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ : પૈટ કમિંસ (સુકાની), સીન એબોટ, એલેકસ કૈરી (વિકેટ કીપર), નાથન એલિસ, કૈમરુન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગલિસ, સ્પેંસર જોનસન, માર્નસ લાબુનેશ, ગ્લેન મૈકસવેલ, તનવીર સાંધા, મૈન્યૂ શોર્ટ, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વાર્નર, એડમ જમ્પા.