• શનિવાર, 20 એપ્રિલ, 2024

આજથી સિંગાપોર ઓપન : સિંધુ પર ખિતાબ બચાવવાનું દબાણ

પ્રણય શાનદાર ફોર્મ જાળવી રાખવા માગશે

સિંગાપોર તા.પ: ગત ચેમ્પિયન પીવી સિંધુ થાઇલેન્ડ ઓપનના ખરાબ પ્રદર્શન બાદ મંગળવારથી શરૂ થઇ રહેલ સિંગાપોર ઓપન સુપર-7પ0 ટૂર્નામેન્ટમાં વાપસીની કોશિશ કરશે. તેના પર ખિતાબ જાળવી રાખવું પણ દબાણ પણ રહેશે. જયારે ફોર્મમાં ચાલી રહેલ એચએસ પ્રણયની સિઝનના વધુ એક ટાઇટલ પર રહેશે. પીવી સિંધુ વર્તમાન સિઝનમાં હજુ ખિતાબથી વંચિત છે. તેણી સ્પેન માસ્ટર્સમાં ફાઇનલમાં અને મલેશિયા માસ્ટર્સમાં સેમિ ફાઇનલ સુધી પહોંચી હતી. જો કે છેલ્લે થાઇલેન્ડ ઓપનમાં તે પહેલા રાઉન્ડમાંથી જ બહાર થઈ હતી.

હવે સિંગાપોર ઓપનના પહેલા રાઉન્ડમાં જ સિંધુની ટકકર દુનિયાની નંબર વન ખેલાડી જાપાનની અકાને યામાગુચી સામે હશે. તેની સામે સિંધુનો કેરિયર રેકોર્ડ 14-9 છે. જો કે હવે આ જાપાની ખેલાડી ઘણી આગળ નીકળી ચૂકી છે. તેને હાર આપવા માટે સિંધુને સર્વશ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. 

બીજી તરફ પ્રણય મલેશિયા માસ્ટર્સ જીતીને અહીં આવ્યો છે. તેણે 6 વર્ષનો ખિતાબનો દુકાળ સમાપ્ત કર્યોં છે. તેની પહેલા રાઉન્ડમાં ટકકર જાપાનના ત્રીજા નંબરના ખેલાડી કોડાઇ નારાઓકા સામે થશે. થાઇલેન્ડ ઓપનમાં સેમિમાં હારનાર લક્ષ્ય સેનનો સામનો ચીની તાઇપેના ખેલાડી ચોઉ તિયેન ચેન થશે. જયારે અનુભવી કિદાંબી શ્રીકાંત પહેલા રાઉન્ડમાં થાઈલેન્ડના કેંટાફોન વાંગચારોન સામે રમશે. સાઇના નેહવાલ સામે થાઇલેન્ડની જૂની હરીફ રેચાનોક ઇંતાનોન હશે. મેન્સ ડબલ્સમાં ચોથા ક્રમની જોડી ચિરાગ-સાત્વિક અને મહિલા ડબલ્સમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ ભારતનો પડકાર રજૂ કરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ