• મંગળવાર, 06 જૂન, 2023

સિંધુ અને શ્રીકાંત મલેશિયા ઓપનના બીજા રાઉન્ડમાં

કુઆલાલ્મપુર, તા.24: ભારતીય સ્ટાર પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંત મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. પીવી સિંધુએ પહેલા રાઉન્ડમાં ડેનમાર્કની ખેલાડી લિને ક્રિટોફરસનને 21-13, 17-21 અને 21-18ની રસાકસી બાદ હાર આપી હતી. જયારે શ્રીકાંતનો ફ્રાંસના ખેલાડી ટોમા જૂનિયર પોપોવ સામે આસાનીથી 21-12 અને 21-16થી વિજય થયો હતો જ્યારે મહિલા ડબલ્સમાં અશ્મિતા ચાલિહા અને આકર્ષિ કશ્યપની જોડી પહેલા રાઉન્ડમાં ચીનની જોડી સામે 17-21 અને 17-21થી હારીને બહાર થઇ છે.