નવી દિલ્હી, તા.20: ભારતીય ટીમના પૂર્વ વિશ્વ વિજેતા કપ્તાન કપિલ દેવે કહ્યંy છે કે, ઓસ્ટ્રેલિયા સામેના ફાઇનલ મેચ વખતે બીસીસીઆઇ તરફથી તેમને આમંત્રિત કરાયા ન હતા. 1983માં ભારતને પહેલો વિશ્વ ખિતાબ અપાવનાર કપિલ દેવા તેના સાથી ખેલાડીઓ સાથે ફાઇનલ મેચ જોવા ઇચ્છુક હતા. ફાઇનલ દરમિયાન બીસીસીઆઇ દ્વારા વિશ્વ વિજેતા કપ્તાનો માટેનો સન્માન સમારંભ યોજાયો હતો. જેના પર કપિલ કહ્યંy કે બીસીસીઆઇએ મને બોલાવ્યો ન હતો. કપિલ કહે કહ્યંy આનું મને દુ:ખ નથી. બહુ મોટી ઇવેન્ટ હતી. તેઓ કદાચ મને ભૂલી ગયા હશે.