• મંગળવાર, 06 જૂન, 2023

યુદ્ધજહાજ વિક્રાંત ઉપર રાત્રે મિગ-29કેનું સફળ ઉતરાણ  

આત્મનિર્ભર ભારતનો કીર્તિમાન

નવી દિલ્હી, તા. 25 : ભારતીય નૌકાદળે એક નવો કીર્તિમાન રચ્યો છે. જેમાં નૌકાદળે ભારતના સ્વદેશી આઈએનએસ વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર ઉપર મિગ-29કેનું રાત્રે સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું છે. નૌકાદળની આ ઉપલબ્ધિ આત્મનિર્ભર ભારતની વધતી શક્તિ તરફ મહત્વનું  પગલું છે. 

આ પહેલા તેજસ વિમાનના નૌકાદળના વર્ઝને આઈએનએસ વિક્રાંત ઉપર સફળ ઉતરાણ કર્યું હતું. જો કે ત્યારે આ કામગીરી દિવસમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત કામોવ 31 હેલિકોપ્ટરને 28મી માર્ચના રોજ આઈએનએસ વિક્રાંત ઉપર ઉતારવામાં આવ્યું હતું.

ભારતીય નૌકાદળના અધિકારીઓના કહેવા પ્રમાણે પરીક્ષણ દરમિયાન સ્વદેશી પ્રકાશ સહાયક ઉપકરણ અને શિપબોર્ન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે પુરી રીતે સફળ રહ્યું હતું.