• સોમવાર, 15 જુલાઈ, 2024

વરલી હીટ ઍન્ડ રન કેસ : મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ

મહિલાની શરીર પરથી કાર ચલાવી, અકસ્માત બાદ મિહિરને બદલે ડ્રાઇવરે સંભાળ્યુ સ્ટિયરિંગ: સીસીટીવી ફુટેજમાં ખુલાસો

મુંબઈ, તા. 9 : મુંબઈ પોલીસે બે દિવસ પહેલા બીએમડબ્લ્યુ કારની અડફેટે લઈને મહિલાનું મૃત્યુ નિપજાવનાર 24 વર્ષના મિહિર શાહની શાહપુરથી માતા અને બહેન સાથે ધરપકડ કરી હતી. ઘટનામાં મહિલાનો પતિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. શિંદે સેનાના નેતા રાજેશ શાહનો પુત્ર અને આરોપી મિહિર અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. રાજેશ શાહે પુત્રને ભગાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.....