• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

આઠમી વાર ભારત એશિયા કપ ચૅમ્પિયન  

ફાઈનલમાં શ્રીલંકા સામે 10 વિકેટે સરળ વિજય

કોલંબો, તા.17 : એશિયા કપ-2023ના ફાઇનલમાં પેસર મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી શ્રીલંકાનાં સૂપડાં સાફ કરી નાખતા ભારતે 10 વિકેટે સરળ વિજય મેળવ્યો છે. 1984માં પહેલા એશિયા કપમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું આમ ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. રવિવારે એકતરફી મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ માત્ર 6.1 ઓવરમાં વિના વિકેટે 51 રનનું લક્ષ્ય પાર પાડી ખિતાબ પોતાને નામ કર્યો હતો. 

ભારતે રેકોર્ડ 8મીવાર એશિયા કપ જીત્યો છે. આજે છઠ્ઠીવાર ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. એશિયા કપ વન ડે ફોર્મેટમાં ભારતનો શ્રીલંકા સામે 11મો વિજય હતો. સિરાજે ઝડપી પાંચ વિકેટ ખેડવવામાં શ્રીલંકાના પુર્વ પેસર ચામિંડા વાસના રેકોર્ડ (16 દડામાં 5 વિકેટ) ઉપરાંત 6 વિકેટ હૉલમાં 2008ના અજંતા મેંડિસના રેકોર્ડ (6/13) ની બરાબરી કરી હતી. વન ડેમાં ભારત વતી સૌથી શ્રેષ્ઠ બોલિંગમાં તે બિન્ની (6/4), કુંબલે (6/12), બુમરાહ (6/19) પછી ચોથા ક્રમે (1/6) રહયો છે. પહેલી 10 ઓવરમાં સર્વશ્રેષ્ઠ વન ડે બોલિંગ સરેરાશમાં તેણે ગ્લેન મૈકગ્રાથ (19.47) રેકોર્ડ (16.16) તોડયો હતો. ઉપરાંત વન ડે પાવર પ્લેમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ (5/07) નો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.

બપોર બાદ કોલંબોમાં વરસાદનાં વિઘ્ન વચ્ચે મોડા શરૂ થયેલાં