• શુક્રવાર, 29 માર્ચ, 2024

પર્યાવરણ સંરક્ષણનો રોડમેપ તૈયાર : મોદી  

વિશ્વ પર્યાવરણ દિન 

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 5 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે, ભારત વર્તમાન આવશ્યકતાઓ અને ભવિષ્યના દૃષ્ટિકોણ વચ્ચે સંતુલન બનાવી રાખતા પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન માટે એક સ્પષ્ટ રોડમેપ સાથે આગળ વધી રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર મોદીએ કહ્યું હતું કે, ભારતે 4જી અને 5જી દુરસંચાર નેટવર્કનો વિસ્તાર કર્યો છે અને વન ક્ષેત્રને પણ સમાન સ્તર ઉપર વિસ્તાર આપ્યો છે. ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસનો વિષય સિંગલ યુઝ પ્લાસ્ટિકથી છૂટકારો મેળવવાનો છે. આ એક એવો મુદ્દો છે જેના ઉપર દુનિયા આજ સુધી વાતો કરે છે પણ ભારતે છેલ્લાં ચાર-પાંચ વર્ષમં સતત આ દિશામાં કામ કર્યું છે. 2018મા જ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી છૂટકારો મેળવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.