• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

નિફ્ટીએ 20,200નું સ્તર પાર કર્યું  

અૉટો, આઈટી અને બૅન્કિંગ ક્ષેત્રના શૅરમાં જોરદાર ખરીદી

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : સપ્તાહનાં કામકાજના અંતિમ દિવસ શુક્રવારે પણ શૅરબજારની તેજીની વિક્રમી દોડ આગળ વધી હતી. બજારના મિશ્ર વલણ વચ્ચે નિફ્ટીએ પ્રથમ વાર 20,200નો આંક ઇન્ટ્રાડેમાં વટાવ્યો હતો. સેન્સેક્ષ 319.63 પૉઇન્ટ્સ (0.47 ટકા) વધીને 67,838.63 પૉઇન્ટ્સ અને નિફ્ટી 89.20 પૉઇન્ટ્સ (0.44 ટકા) વધીને 20,192.30 પૉઇન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા.

વૈશ્વિક બજારોની અનુકૂળતા વચ્ચે સ્થાનિક બજારના સૂચકાંકો મજબૂતી સાથે ખૂલીને વિક્રમ ઊંચાઈ પર પહોંચી ગયા હતા. દિવસમાં પ્રૉફિટ બુકિંગને કારણે વોલેટાલિટી વધી હતી છતાં બજાર એકંદરે સકારાત્મક હતું. સત્રના અંતિમ કલાકમાં અૉટો, આઈટી અને બૅન્કના ઇન્ડેક્ષ વધતાં બજારના સૂચકાંકો નવી ઊંચાઈ ઉપર પહોંચ્યા હતા. સપ્તાહમાં સેન્સેક્ષ અને નિફ્ટી લગભગ 2 ટકા જેટલા વધ્યા હતા અને આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્ષ 67,927.23 પૉઇન્ટ્સ અને નિફ્ટી 20,222.45 પૉઇન્ટ્સની નવી ઊંચાઈ પર પહોંચ્યા હતા.

બજાજ અૉટો, ગ્રાસીમ, એમ ઍન્ડ એમ, હીરોમોટો કોર્પ, ભારતી ઍરટેલના ભાવ વધ્યા હતા, જ્યારે બીપીસીએલ, એશિયન પેઇન્ટ્સ, એચયુએલ, જિયો ફાઇનાન્સિયલ અને તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ભાવ ઘટયા હતા.

એફએમસીજી, અૉઇલ ઍન્ડ ગૅસ, પાવર અને રિયલ્ટી ક્ષેત્રોના ઇન્ડેક્ષ 0.4થી 1 ટકો જેટલા ઘટયા હતા, જ્યારે અૉટો, બૅન્ક