ક.વી.ઓ. જૈન
ગુંદાલાના નાનબાઇ ગડા (ઉં. 76) 17મીએ અવસાન પામ્યાં છે. તે ગોમીબાઇ જેઠુ ભારમલનાં પુત્રવધુ. નેમજીનાં ધર્મપત્ની. રાજેશ, અમીતનાં માતા. મુરીબેન પ્રેમજી તેજસી છાડવાનાં પુત્રી. ગાંગજી, તલકશી, નિર્મળા રાઘવજીનાં બહેન. પ્રા.: શ્રી વ.સ્થા.જૈન.શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (પ.) ટા. 4થી 5.30.
દશા ઘોઘારી પોરવાડ
ભાવનગરના સ્વ. હીરાલાલ તથા સ્વ. સુલોચનાબેનનાં પુત્રી. મકરંદ ધ્રુવનાં પત્ની. હર્ષદાબેન, દીપ્તિનાં માતા. વિશાલ પ્રજાપતિનાં સાસુ. નીતિન, સ્વ. અશ્વિન, સ્વ. સતીશ, યોગેશનાં ભાભી. અશોક તલાટી, દર્શના કાપડિયાનાં બહેન. 21મીએ શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
પીપાવશી દરજી
સચોદરના સ્વ. અંબાલાલ સાંકળચંદ જરીવાલાના પુત્ર હરજીવન (ઉં. 75) 20મીએ દૈવલોક પામ્યા છે. તે સ્વ. ઉષાબેનના પતિ. સ્વ. કાંતિભાઈ, સ્વ. વાસુદેવ, જસવંતભાઈ, ભરતભાઈ, સ્વ. જસીબેન નારણદાસ, કલાબેનના ભાઈ. બીજલ, નેન્સી, સમીર, કરિશ્મા, શ્રેયસના પિતા. રમેશભાઈ વાઘેલા, જયેશભાઈ સાપરા, હિરેનભાઈ જાની, હિના, પ્રીતિના સસરા. પ્રાર્થનાસભા 23મી ને સોમવારે સાંજે 5થી 7. ઠે.: શ્રી લુહાર સુથાર જ્ઞાતિની વાડી, 1લે માળે, અંબાજી મંદિરની બાજુમાં, કાર્ટર રોડ ને 3, બોરીવલી (પૂ.).
દશા સોરઠીયા વણિક
મુક્તાબેન મણીલાલ વૈદ્ય (ઉં. 94). તે પ્રવીણા, મંજુ ગુણવંતરાય ધાબલીયાનાં માતા. ઈન્દીરા ઉદય-સ્વ. લલીત દેવકરણ વૈદ્ય, રાજેશ, પ્રદિપ, જયેશ ચુનીલાલ વૈદ્યનાં કાકી. યોગેન ઉદય વૈદ્યનાં દાદી. ફાલ્ગુની ભરત વૈદ્ય, વંદના યોગેન વૈદ્યનાં દાદી સાસુ. સ્વ. અમૃતલાલ, સ્વ. રતીભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. જયંતિભાઈ, સ્વ.કનુભાઈ, સ્વ. સુરેન્દ્ર દયાલજી જનાણીનાં બહેન. 21મી ને શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
રાજપુરોહિત બ્રાહ્મણ
રાવટીના મનીષ (ઉં. 50) 18મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે દેવેન્દ્ર નરેન્દ્રાસિંહ રાજપુરોહિતના પુત્ર. નિકિતાના પતિ. દિવ્યાંશુના પિતા. ઘનશ્યામ-સુશીલાના જમાઈ. સનમ-ટીના, પૂજાનાં બનેવી. શ્વસુર પક્ષની પ્રાર્થનાસભા 23મી ને સોમવારે સાંજે 4થી 6. ઠે.: હલાઈ ભાટીયા મહાજન વાડી (એસી હોલ), કાલબાદેવી મેન રોડ, મુંબઈ. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. મોહનલાલ ત્રિભોવનદાસ દોશીના પુત્ર નવીનભાઈ (ઉં. 76). તે કોકિલાબેનના પતિ. શ્વેતા, સ્વ. કિરાતના પિતા. ભાવના પંકજ વેદ, વર્ષા મુકેશ ગોરડિયા, જાગૃતિ દિલીપભાઈ શેઠના ભાઈ. સ્વ. વરજીવનદાસ નાગરદાસ ગોરડિયાના જમાઈ. સ્વ. હરિલાલ હીરજી ગાંધીના ભાણેજ. શનિવાર, 21મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
બાડા કચ્છના સ્વ. જેઠાલાલ મોનજી લિયાના પુત્ર હરીશભાઈ (ઉં. 71). તે કુમુદબેનના પતિ. કશ્યપ, અધીરના પિતા. શિલ્પાના સસરા. સ્વ. વસંતભાઈ, સુરેશભાઈ, રમેશભાઈ, વિજયાબેન અમરશી વર્મા, સ્વ. ક્રિષ્નાબેન કિશોરભાઈ ઘેલા, સાવિત્રીબેન પુષ્પકાંત મામતોરા, પ્રવીણાબેન યોગેનભાઈ, નિર્મલના ભાઈ. સ્વ. જેઠાલાલ રણછોડદાસ સોદાગરના જમાઈ. 20મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 23મીએ સોમવાર સાંજે 4.30થી 6. ઠે.: પાંજી વાડી, બૅકવેટ હૉલ, કાંજુરમાર્ગ સ્ટેશનની બાજુમાં, કાંજુરમાર્ગ (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
© 2022 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer