• શનિવાર, 13 એપ્રિલ, 2024

અંધેરીના સંગમ સિનેમાની રિ-અૉપનિંગ  

ભારતના સૌથી પ્રતિષ્ઠિત સિનેમા એક્ઝિબિટર ગણાતા પીવીઆર આઈનૉક્સે મુંબઈના અંધેરી ઈસ્ટ ખાતે આવેલા આઈકોનિક સંગમ સિનેમાની રિ-અૉપનિંગની જાહેરાત કરી છે. સંગમ સિનેમાનું રિનોવેશન કરવામાં આવ્યું હોવાથી તેમાં ટેક્નૉલૉજીથી સજ્જ ચાર ક્રીન ઈન્સ્ટોલ કરવામાં આવી છે. મલ્ટિપ્લેક્સ મુંબઈના સિનેમાપ્રેમીઓ માટે ફરી એક વાર મનગમતું સ્થાન સાબિત થશે. મુંબઈમાં પીવીઆરની 25 પ્રૉપર્ટીઝમાં 123 ક્રીન હોવાનું જણાવ્યું હતું. અંધેરી ઈસ્ટમાં આવેલા સંગમ મલ્ટિપ્લેક્સમાં 1121 લોકો માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લી લાઈનમાં સેલિબ્રિટી રિક્લાઈનર્સ ગોઠવવામાં આવ્યા છે. સિનેમામાં ટુકે પ્રોજેક્શન, ઍડવાન્સ ડોલ્બી ઓડિયો અને નેક્સ્ટ જનરેશન થ્રીડી ટેક્નૉલૉજી સહિત સર્વશ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ