• મંગળવાર, 25 જૂન, 2024
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

મોટા લાયજાના દુર્ગેશ છેડા (ઉં. 67) 22મીએ અવસાન પામ્યા છે. તે કેસરબેન મેઘજીના  પુત્ર. જયશ્રીના પતિ. દિપક, અમિતના પિતા. હેમચંદ, અરાવિંદ, પ્રવિણ, મહેન્દ્ર, કિશોરના ભાઈ. શાંતાબેન કુંવરજી ગંગરના જમાઈ. પ્રા.: શ્રી માટુંગા કચ્છી શ્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.) સાંજે 4થી 5.30. 

 

ગોધરાના રસીલા (મણી) ભેદા (ઉં. 93) 22મીએ અવસાન પામ્યાં છે. તે ભચીબાઈ હરગણ આસગનાં પુત્રવધૂ. રામજીનાં પત્ની. પ્રવિણ, શશી, વીલસુનાં માતા. રતનબાઈ રતનશી આશુનાં પુત્રી. જેઠાલા, લાલજી, હંસા, જયાનાં બહેન. પ્રાર્થનાસભા રાખી નથી. ઠે.: પ્રવિણ ભેદા, બંગ્લો નં. 17, ફર્નાન્ડિઝ સ્ટ્રીટ, વિલે પાર્લે (પૂ.).

 

ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન 

રામપુરા ભંકોડાના સ્વ. માણેકલાલ હકમચંદ શાહના પુત્ર પ્રવિણચંદ્ર શાહ (ઉં. 90). તે સ્વ. સરલાબેનના પતિ. સ્વ. કાંતિભાઈ, સ્વ. ચિનુભાઈ, સ્વ. ભાનુબેન જીતેન્દ્રભાઈ કુવાડીયા, ભૂપેન્દ્રભાઈના ભાઈ. વિજય, હિનલ, રાજુલ, કૌશિકના પિતા. સ્વ. રતિલાલ ભગવાનદાસ શાહના જમાઈ 23મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 24મીને સોમવારે 4થી 6. ઠે.: સેવા સદન હોલ, 30-31, પંડિતા રમાબાઈ રોડ, પપનસ વાડી, ગામદેવી, મુંબઈ.

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા  

રાજકોટના કનૈયાલાલ બોરિયા (કમલ) (ઉં. 64). તે સ્વ. મંજુલાબેન અમૃતલાલ બોરિયાના પુત્ર. મહેશભાઈ, નીતિનભાઈના ભાઈ. ઈશા સચીનકુમાર કાંબળેના પિતા. કુસુમબેનના પતિ 22મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્યબંધ છે

 

દશા સોરઠીયા વણિક સમાજ 

બગસરાના સ્વ. રમણીકલાલ તથા ગં.સ્વ. ધીરજબેન ભુપતાણીના પુત્ર રાજેશભાઈ ભુપતાણી (ઉં. 68). તે હર્ષીદાબેનના પતિ. કમલ, પરિતા, દિશાના પિતા. કલીબેન અમૃતલાલ માંડવીયા, રેખાબેન ધનસુખલાલ શાહ, બકુલાબેન વિજયભાઈ ઝવેરી, હેમંતભાઈ રમણીકલાલ ભુપતાણી, બિંદુબેન ઉદયભાઈ મોતીપરાના ભાઈ. ભુપતભાઈ પારેખના જમાઈ શુક્રવાર, 21મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે

 

પરજીયા સોની  

રાજકોટના સોની નટવરલાલ મુળજીભાઈ ધોરડાનાં પત્ની .સૌ. રંજનબેન (ઉં. 72) 22મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે દીપકભાઈ, ભાવેશભાઈ, બીના કેતન સતિકુંવરનાં માતા. ગીતા, મમતાનાં સાસુ. જયરાજ, ભવ્યરાજ, વંશિકા, વેદાંત, શ્લોકના બા. પિયર પક્ષે સોની ખીમદેમાં જીવાભાઈ ચલ્લાનાં દીકરી. પ્રાર્થનાસભા 24મીએ 4થી 6.  ઠે.: સોની વાડી, શિમ્પોલી રોડ, બોરીવલી (.). 

 

નાઘેર દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

નાગેશ્રીના .સૌ. રમીલાબેન (ઉં. 69) 22મીને શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે બિપીનચંદ્ર ભોગીલાલ મહેતાનાં પત્ની. કેતનભાઈ, શીતલબેનનાં માતા. જીગ્નાબેન, અમીતકુમારનાં સાસુ. ભગવાનદાસ કાનજી ચૌહાણનાં દિકરી. કુમુદબેન, હર્ષાબેનસ્વ. પંકજભાઈ, કિરણબેન, જયેશભાઈનાં ભાભી. પ્રાર્થનાસભા 24મીને સોમવારે સાંજે 4.30થી 6. ઠે.: આર્ય સમાજ હૉલ, પ્લોટ નંબર-6, સેક્ટર-9, ગુરુદ્વારાની બાજુમાં, વાશી, નવી મુંબઈ.

 

કચ્છી મારૂ કંસારા સોની જ્ઞાતિ

રેહ-કચ્છના સોની પ્રભુલાલ બારમેડા (ઉં. 81). તે સ્વ. મણીબેન વાઘજીભાઈ બારમેડાના પુત્ર. ગં.સ્વ. નર્મદાબેનના પતિ. નારાયણદાસ ગોવિંદજી હેડાઉના જમાઈ. પ્રગ્રેશ, જ્યોતિના પિતા. હરીલાલભાઈ, હીરૂબેન, સ્વ. અમરશીભાઈ, રતિલાલભાઈના ભાઈ 21મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 24મીને સોમવારે સાંજે 5થી 6. ઠે.: સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુન્ડ (.).

 

દશા સોરઠીયા વણિક  

તરીયાધરના સ્વ. રૂપચંદનાં પત્ની નિર્મલાબેન (ઉં. 86) 22મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. રંભાબેન કાનજી શાહનાં પુત્રવધૂ. ગં.સ્વ. રંજનબેન, સ્વ. પ્રફુલભાઈ, હસમુખભાઈ, અશોકભાઈ, શૈલેષભાઈનાં માતા. સ્વ. અરુણાબેન, પ્રજ્ઞાબેન, દિપ્તીબેન, સંગીતા, સ્વ. દિનેશભાઈ પોપટલાલ સાંગાણીનાં સાસુ. રમણીકલાલ વલ્લભદાસ ધાબડીયા, સ્વ. કાંતાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. હંસાબેનનાં બહેન. પ્રાર્થનાસભા 24મીએ 4થી 6. ઠે.: જયેષ્ટ નાગરિક સભાગૃહ, ઓલ્ડ થાણા નાકા રોડ, ઓલ્ડ પનવેલ

 

કચ્છી લોહાણા

કચ્છ તેરાના સ્વ. મંગલદાસ ભીમજી આઇયાનાં પૌત્રી સાધના નિરંજન આઇયાનાં પુત્રી ફાલ્ગુની (ઉં. 47) 22મીને શનિવારે રામશરણ પામ્યાં છે. તે વિજય, નિલેષ, ભાવેશ, રૂપા, છાયાનાં ભત્રીજી. સ્વ. વસનજી ગોવિંદજી ઘુઘરિયાનાં દોહિત્રી. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો