• રવિવાર, 14 એપ્રિલ, 2024

`મેડનેસ મચાયેંગે'માં હાસ્ય કલાકારોનો મેળો  

સોની ટીવી પર શરૂ થનારા નવા કૉમેડી શો `મેડનેસ મચાયેંગે-ઈન્ડિયા કો હસાયેંગે'માં પ્રતિભાશાળી હાસ્ય કલાકારોનો મેળો લાગવાનો છે. નવમી માર્ચે રાત્રે સાડા નવ વાગ્યે પ્રસારિત થનારા કાર્યક્રમમાં પરિતોષ ત્રિપાઠી, સ્નેહિલ દીક્ષિત મેહરા, ગૌરવ દુબે, કેતન સિંહ, અંકિતા શ્રીવાસ્તવ, કુશલ બદ્રિકે, ઈંદર સહાની અને હેમાંગી કવિ જેવા હાસ્ય કલાકારો પોતાની વિવિધ શૈલી અને સરળતાથી દર્શકોને હસાવશે. કૉમેડી જગતમાં વર્ષોનો અનુભવ મેળવી ચૂકેલા કેટલાક કલાકારો પહેલી વાર ટીવી પર નજરે ચડશે. કાર્યક્રમની નિર્ણાયક અને અભિનેત્રી હુમા કુરૈશી દ્વારા પડકારો અને ટાસ્ક આપવામાં આવશે. પ્રખ્યાત કૉમેડિયન હર્ષ ગુજરાલ કાર્યક્રમનો હોસ્ટ બનવાની સાથે તે ટીવી પર ડેબ્યુ કરી રહ્યો છે.

સ્નેહિલ મહેરા દીક્ષિત ઉર્ફે બીસી આંટીએ અંગે જણાવ્યું હતું કે, મને અભિનય અને કૉમેડીમાં નવા નવા અખતરા કરવા ગમે છે. સોશિયલ મીડિયા પછી ઓટીટી પ્લૅટફૉર્મ પર કામ કર્યા બાદ ટીવી પર ભારતીય પ્રેક્ષકો સાથે જોડાવા માટે હું તૈયાર છું. `મેડનેસ મચાયેંગે' મારા માટે પ્લૅટફૉર્મ નહીં પણ નવું શીખવા માટેની લર્નિંગ ઈન્સ્ટિટયૂટ પણ છે. 

કૉમેડિયન અને અભિનેતા પરિતોષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મને `મેડનેસ મચાયેંગે'નો ભાગ બનવાનો આનંદ છે, કારણ કે વ્યક્તિગત સ્તરે અમે પ્રેક્ષકો સાથે કનેક્ટ કરી શકીશું. કૉમેડી કરવી બહુ અઘરી છે, પણ મને શૈલી ગમતી હોવાથી હું હુમા, હર્ષ અને અન્ય તમામ પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવા આતુર છું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ