• સોમવાર, 20 મે, 2024

સની દેઓલની આગામી ફિલ્મ `જન્મભૂમિ'માં સાથે સંજય દત્ત

સની દેઓલની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ગદર-ટુને અદ્ભુત સફળતા મળી છે. હવે સનીની આગામી ફિલ્મ કૉર્ટરૂમ ડ્રામા જન્મભૂમિ છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત સહકલાકાર છે. ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ થશે. 

દુરદર્શનની સિરિયલ જો કહુંગા સચ કહુંગાના દિગ્દર્શક મનોજ નૌટિયાલ સનીની જન્મભૂમિનું દિગ્દર્શન કરશે. આ કૉર્ટરૂમ ડ્રામા રામ મંદિરની પશ્ચાદ્ભુ પર આધારિત છે. ફિલ્મમાં સની અને સંજય સામસામે લડતા વકીલ છે. આ ફિલ્મ 2024માં રજૂ થવાની આશા છે. સની એ અગાઉ ફિલ્મ દામિનીમાં વકીલની ભૂમિકા ભજવી હતી જે ત્રીસ વર્ષ બાદ હજુ આજે પણ યાદ કરવામાં આવે છે. જન્મભૂમિમાં પણ તે આવા જ દમદાર વકીલની ભૂમિકામાં જોવા મળશે અને તેના સંવાદો પર પ્રેક્ષકો તાળીઓ પાડશે એવી અપેક્ષા છે. 

સની અને સંજય ફિલ્મ બાપમાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે મિથુન ચક્રવર્તી અને જેકી શ્રોફ પણ છે. ફિલ્મ બાપના કેટલાક એકશન દૃશ્યોનું શૂટિંગ અને વીએફએક્સનું કામ બાકી છે. જન્મભૂમિ અને બાપ ઉપરાંત સની બૉર્ડર-ટુમાં પણ જોવા મળશે.