• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

શેમારુ ભક્તિએ લૉન્ચ કર્યું લાલબાગચા રાજા ગીત 2023  

આધ્યાત્મિક કન્ટેટન્ટ આપવા માટે જાણીતા શેમારુ ભક્તિએ લાલબાગચા રાજા ગીત 2023 લૉન્ચ કર્યું છે. આમાં મુંબઈની લાઈફલાઈન કહેવાતા દોઢસો ડબ્બાવાળાને પણ જોડવામાં આવ્યા છે. ગીતના ગાયક હર્ષવર્ધન વાવરે, ગીતકાર વિનાયક શિંદે અને ત્રિનેતી બ્રધર્સ તથા સંગીતકાર ત્રિનેતી બ્રધર્સ છે. દાયકાઓથી મુંબઈની ઓળખ બનેલા ડબ્બાવાળા મ્યુઝિક વીડિયોની પણ ઓળખ બન્યા છે. ગણેશોત્સવ દરમયાન શેમારુ ભક્તિ અને ડીટીએચ, ટેલિકૉમ, ઓટીટી તથા કૅબલ પર સતત દસ દિવસ સુધી પંડાલથી બાપ્પાની તસવીર લાઈવ સ્ટ્રીમ કરશે.

શેમારુ એન્ટરટેઈનમેન્ટના નૉન-બૉલીવૂડ શ્રેણીના પ્રમુખ અર્પિત માનકરે જણાવ્યું હતું કે, અમે ભક્તિ, આધ્યાત્મિકતા અને શ્રદ્ધાને જોડવાની અમારી પરંપરા જાળવી રાખી છે. છેલ્લાં દસ વર્ષથી લાલબાગચા રાજા સાથે અમારો સહયોગ વિકસિત થયો છે. વર્ષે અમે ભક્તોને એક ગીતની ભેટ આપી છે જે અમારી શ્રદ્ધાનું પ્રતીક છે. લાલબાગચા રાજાના અધ્યક્ષ બાળાસાહેબ કાંબળેએ જણાવ્યું હતું કે, ભક્તોની શ્રદ્ધા અને ભક્તિની ઉજવણી કરતા આવા હૃદયસ્પર્શી ગીતનો હિસ્સો બન્યાનો આનંદ છે.