• બુધવાર, 17 એપ્રિલ, 2024

અક્ષય કુમારે કેદારનાથના દર્શન કર્યા  

બૉલીવૂડ સ્ટાર અક્ષય કુમારે ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ મંદિરમાં દર્શન કર્યા હતા અને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા. અક્ષયનો આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કેદારનાથ મંદિરમાં તે સિકયોરિટી સાથે પ્રવેશતો જોવા મળે છે. તેની આસપાસ ચાહકોની ભીડ જોવા મળે છે. અક્ષયના કપાળ પર લાલ અને પીળા રંગનું તિલક જોવા મળે છે. તે કાળા રગંના હાફ ટી- શર્ટ અને મેચિંગ રંગના પેન્ટમાં જોવા મળે છે. દર્શન કરીને મંદિરમાંથી બહાર નીકળીને તેણે બંને હાથ ઊંચા કરીને ત્યાં હાજર સૌનો આભાર માન્યો હતો. આ સાથે તેણે હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો. હાલમાં અક્ષય દેહરાદૂનમાં શૂટિંગ કરે છે. 

અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર પણ કેદારનાથ મંદિરની ઝલક દર્શાવતી તસવીર મૂકી છે અને કેપ્શનમાં જય બાબા ભોલેનાથ  લખ્યું છે. હાલમાં અક્ષયનો મ્યુઝિક વીડિયો કયા લોગે તુમ લૉન્ચ થયો છે અને તેને સારો પ્રતિસાદ મળ્યો છે. આ ગીતમાં સ્વર બી. પ્રાકનો છે જયારે અક્ષયની સાથે અમાયરા દસ્તુર છે. આ ઉપરાંત તેની ઓ માય ગોડ, બડે મિયાં છોટે મિયાં અને કેપ્સૂલ ગિલ જેવી ફિલ્મો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક