• સોમવાર, 04 માર્ચ, 2024

ફિલ્મફેર ઓટીટી એવૉર્ડ્સમાં `જ્યુબિલી'નો જલવો

ફિલ્મફેર ઓટીટી એવૉર્ડ્સનું આયોજન રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ફિલ્મી સિતારાઓ નીલ નીતિન મુકેશ, દિવ્યા દત્તા, વિજય વર્મા, રાજકુમાર રાવ અને માનવી ગાગરુ સહિત અનેક સિતારાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વિક્રમાદિત્ય મોટવાનીની વેબસિરીઝ `જ્યુબિલી'ને સૌથી વધુ નવ એવૉર્ડ્સ મળ્યા હતા. આ એવૉર્ડ્સ માટે 38થી વધુ કેટેગરીમાં 450 એન્ટ્રીઝ મળી હતી. 

વેબ ઓરિજનલ ફિલ્મની કેટેગરીમાં બૅસ્ટ એક્ટરનો એવૉર્ડ અભિનેતા મનોજ બાજપેયીને અને બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ આલિયા ભટ્ટને મળ્યો છે. બેસ્ટ સિરીઝનો એવૉર્ડ `સ્કૂપ'ને મળ્યો હતો ત્યારે `એક બંદા કાફી હૈ' ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવૉર્ડ મળ્યો હતો. ક્રિટિક્સ ચોઈસનો બેસ્ટ સિરીઝનો એવૉર્ડ `ટ્રાયલ બાય ફાયર', બેસ્ટ દિગ્દર્શકનો એવૉર્ડ `કોહરા' ફિલ્મના દિગ્દર્શક રણદીપ ઝાને મળ્યો હતો. બેસ્ટ ક્રિટિક્સ ચોઈસમાં બેસ્ટ એક્ટરનો એવૉર્ડ શર્મિલા ટાગોર, સાનિયા મલ્હોત્રા અને રાજકુમાર રાવને મળ્યો હતો. માનવી ગાગરુને બેસ્ટ સિરીઝની કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રી ત્યારે બેસ્ટ એક્ટરની કેટેગરીમાં અભિષેક બેનરજીનો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

એવૉર્ડ્સ નાઈટમાં મનોજ બાજપેયી, વિજય વર્મા, આલિયા ભટ્ટ, રાજકુમાર રાવ, અભિષેક બેનર્જી, અમોલ પાર્શાર, કોંકણા સેન શર્મા, સોનમ કપૂર, દિયા મિર્ઝા, રસિકા દુગ્ગલ, શાહિન ભટ, શ્રુતિ હસન, પ્રતિક ગાંધી, શ્રીયા પીલગાંવકર, માનુષી છિલ્લર, આયુષ મહેરા, સુવિંદર વિકી, રાજશ્રી દેશપાંડે, કરિશ્મા તન્ના અને વરુણ સોબતી જેવા કલાકારોએ હાજરી આપી હતી.