• સોમવાર, 04 માર્ચ, 2024

પત્ની માટે શેફ બન્યો સિદ્ધાર્થ મલ્હોત્રા

બૉલીવૂડના પોપ્યૂલર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જાહેરમાં પણ એકમેક પર પ્રેમ વરસાવવાની કોઈ તક જતી કરતાં નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ બંને એકબીજા સાથેની પૉસ્ટ શૅર કરીને યુવાનોને કપલ ગોલ્સ આપતાં હોય છે. 

તાજેતરમાં કિયારાએ એક પૉસ્ટ શૅર કરીને તેના પતિ સિદ્ધાર્થને બેસ્ટ શેફ ગણાવ્યો હતો. 

નોંધનીય છે કે કિયારાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પિત્ઝા ખાતી નજરે ચડી હતી. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, બેસ્ટ શેફ સિદ્ધાર્થ મલ્હોત્રાના હાથનો આટલો ટેસ્ટી પિત્ઝા આજ સુધી ખાધો નથી. જોકે, આવું પહેલી વાર નથી. અગાઉ પણ સિદ્ધાર્થે કિયારા માટે વાનગીઓ બનાવી હતી અને કિયારા તેને સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શૅર પણ કરી હતી.