• બુધવાર, 22 મે, 2024

ઍકશન વેબ સિરીઝ સાથે સલમાન ખાન ઓટીટી પર

બૉલીવૂડના અન્ય કલાકારોની જેમ હવે સલમાન ખાન પણ ઓટીટી પર જોવા મળશે. અભિનેતાએ એકશનથી ભરપૂર વેબ સિરીઝમાં અભિનય કરવાનું સ્વીકાર્યું છે. સલમાન ટેલિવિઝન પર રિયાલિટી શો બિગ બોસનું સંચાલન કરે છે. આ શો ઓટીટી પર આવ્યો ત્યારે કરણ જોહરે તેની સિઝનનું સંચાલન કર્યું હતું. જોકે, હવે તેની આગામી સિઝનનું સંચાલન સલમાન કરવાનો છે. દરમિયાન સલમાનને વેબ સિરીઝ માટેની એકશનથી ભરપૂર સંકલ્પના ગમી છે. આથી તેણે આ પ્રાજેકટ સ્વીકાર્યો છે. હાલમાં તે માત્ર ટાઈગર-3 પર ધ્યાન આપી રહ્યો છે પણ તેણે ઓટીટી માટેના પ્રોજેકટના દિગ્દર્શક સાથે કરાર કર્યો છે. 

સલમાન પાસે ટાઈગર-3ની સાથે આદિત્ય ચોપરા અને શાહરુખ ખાન સાથેની મોટા બજેટની ક્રોસ અૉવર ફિલ્મ પણ છે. આ ફિલ્મનું શીર્ષક પઠાણ વર્સીસ ટાઈગર છે. આ બંને ફિલ્મ પૂરી થયા પછી જ સલમાન ઓટીટીની સિરીઝ પર કામ શરૂ કરશે. 

આ ઉપરાંત સલમાને ઝી ફાઈવ સાથે પાંચ વર્ષનો કરાર કર્યો છે, જેમાં આ ઓટીટી પ્લેટફોર્મને સલમાનની તમામ ફિલ્મોના પ્રસારણના અધિકાર મળી ગયા છે. આ કરાર હેઠળ સલમાનની પ્રથમ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ઝી ફાઈવ પર 26મી મેએ રજૂ થશે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક