• સોમવાર, 04 માર્ચ, 2024

રાકુલ-જૅકીની વિદેશમાં લગ્ન કરવાની હતી યોજના  

બૉલીવૂડ અને સાઉથની અભિનેત્રી રકુલ પ્રીત અને જૅકી ભગનાની મહિને ગોવામાં લગ્ન બંધને બંધાવા જઈ રહ્યા છે. જોકે ઘણા ઓછા લોકોને ખબર છે કે અગાઉ કપલે વિદેશમાં લગ્ન કરવાની યોજના બનાવી હતી. અને છેલ્લા મહિનાથી તેઓ વિદેશમાં ગ્રાન્ડ ડેસ્ટિનેશન વેડિંગની તૈયારીઓ પણ કરી રહ્યા હતા.

કહેવાઈ રહ્યું છે કે તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શ્રીમંત પરિવારોને ડેસ્ટિનેશન વેડિંગ વિદેશને બદલે દેશમાં કરવાની ભલામણ કર્યા બાદ તેમણે છેલ્લી ઘડીએ ગોવામાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તૈયારીઓમાં મોટા પાયે થયેલા ફેરફારને પગલે તેમના લગ્ન ડિસેમ્બરની જગ્યાએ બાવીસમી ફેબ્રુઆરીમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ગોવામાં તેમના લગ્ન માટે ભવ્ય ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે. તે માટે રકુલ અને જૅકી ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.