• સોમવાર, 04 માર્ચ, 2024

વિક્રાંત મેસી-શીતલ ઠાકુરના ઘરે પુત્રની પધરામણી  

ટ્વેલ્થ ફેલ ફિલ્મથી ઝળકી ઉઠેલા અભિનેતા વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલ ઠાકુરના ઘરે પુત્રની પધરામણી થઈ છે. વિક્રાંતે સોશિયલ મીડિયા પર સમાચાર આપ્યા હતા. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું કે, અમારા જીવનમાં નવા મહેમાનનું આગમન થયું છે. ઘરે પુત્રનો જન્મ થયો છે જણાવતા અમને બહુ ખુશી થઈ રહી છે. નોંધનીય છે કે ગયા વર્ષે વિક્રાંત અને શીતલે તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા હોવાના સમાચાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપ્યા હતા. ઘણાં વર્ષો સુધી રિલેશનશીપમાં રહ્યાં બાદ વર્ષ 2022માં તેમણે લગ્ન કર્યાં હતાં.