• સોમવાર, 04 માર્ચ, 2024

ભવન્સ ખાતે `ભણકારા' ભજવાયું  

સામે પિત્તળની મોટી ગાગર જેવી માણ હોય. એના પર હાથમાં પહેરેલી વીંટીઓથી માણમાંથી તાલબદ્ધ રણકા ઊભા કરી એને તાલે કથાકાર કથા કહેતો જાય, એવી માણભટ્ટની પરંપરા સાથે ગઇ કાલે એક સુંદર નાટક `ભણકારા' ભવન્સ ચોપાટી ખાતે ભજવાયું હતું. વિવેક પાઠક પ્રોડક્શન્સ, અમદાવાદનું નાટક વિવેક અને રિદ્ધિ પાઠકે લખ્યું હતું. વિવેક પાઠકે દિગ્દર્શન કર્યું હતું. નાટક ભવન્સ કલ્ચરલ સેન્ટર આયોજિત શ્રુજન એલ.એલ.ડી.સી. ફુલલેન્થ નાટકોની નાટ્યસ્પર્ધાના 16મા વર્ષની ફાઇનલ્સ અન્વયે ભજવાયું હતું.