• સોમવાર, 04 માર્ચ, 2024

ક્રિષ્ના કૌલ મારો સારો કો-સ્ટાર છે : રચિ શર્મા

છેલ્લાં નવ વર્ષથી ઝી ટીવી પર પ્રસારિત થઈ રહેલી સિરિયલમાં હાલમાં પૂર્વી અને રાજવંશની જોડીને પસંદ કરવામાં આવી રહી છે. સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવી રહેલી અભિનેત્રી રચિ શર્મા તેના કો-સ્ટાર ક્રિષ્ના કૌલના વખાણ કરતા એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, પૂર્વીનું પાત્ર ભજવવું મારા માટે અનોખી મજા છે, પરંતુ ક્રિષ્ના સાથે પણ કામ કરવાનો અનુભવ અદ્ભુત છે. તે એક પ્રતિભાષાળી અભિનેતા નહીં, એક સારો સહ-કલાકાર પણ છે. સેટ પર ક્રિષ્નાનું કામ જોઈને મને તેમની પાસેથી પ્રેરણા મળે છે. હું દરરોજ તેમની પાસેથી નવી નવી ચીજો શીખી રહી છું. મને ખરેખર એવું લાગે છે કે ક્રિષ્નાથી સારો કો-સ્ટાર મને મળી શકે તેમ નથી. અૉનક્રીન કેમિસ્ટ્રી સાથે અૉફફક્રીન પણ અમે સારા મિત્રો છીએ. ક્રિષ્ના સાથે ક્રીન શૅર કરવાની તક મળી તે બદલ હું ખુશ છું અને મેકર્સની આભારી છું.