• સોમવાર, 04 માર્ચ, 2024

અંગૂરી ભાભીએ અપનાવ્યો અધ્યાત્મનો માર્ગ

`ભાભીજી ઘર પર હૈ' સિરિયલમાં અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલી અભિનેત્રી શુભાંગી અત્રેએ અધ્યાત્મનો માર્ગ અપનાવ્યો છે. તાજેતરમાં તે કોઈમ્બતુરના આદિયોગી મહાદેવના દર્શને ગઈ હતી અને યોગ તથા મેડિટેશન કરીને માનસિક શાંતિનો અનુભવ લીધો હતો. આધ્યાત્મિક અનુભવ વિશે શુભાંગીએ જણાવ્યું હતું કે, કોઈમ્બતુરનું ઈશા ફાઉન્ડેશન પરંપરા, આધુનિકતા અને પ્રાકૃતિક સૌંદર્યનું સંયોજન છે. અહીંના યોગા સેન્ટરમાં આવીને અદ્ભુત શાંતિ મળે છે. સામુહિક ધ્યાન, મંત્રોચ્ચાક અને અધ્યાત્મને લગતી ચર્ચાઓને કારણે કામના પ્રેશરને કારણે થાકેલા મગજને આરામ મળ્યો. યોગ અને અધ્યાત્મનું સંયોજન માનસિક શાંતિની સાથે શારીરિક સ્વસ્થતા પણ આપે છે. આધ્યાત્મિક વાતાવરણ અને સકારાત્મક ઊર્જા વચ્ચે રહીને હું એકદમ ફ્રેશ થઈ ગઈ. હું અનુભવને ક્યારેય ભૂલી શકું તેમ નથી.