• રવિવાર, 14 એપ્રિલ, 2024

વિધાનસભાની મારી બેઠક અંગે પ્રશ્નાર્થ : પંકજા મુંડે

મુંબઈ, તા. 1 : અમારા પક્ષે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે સમજૂતી કરી પછી મારા મતવિસ્તાર ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે, એમ ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી પંકજા મુંડેએ જણાવ્યું છે.

અૉક્ટોબર, 2019માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પરલીની બેઠક ઉપરથી ભાજપનાં ઉમેદવાર પંકજા મુંડે તેમના પિતરાઈ ભાઈ અને રાષ્ટ્રવાદીના ઉમેદવાર ધનંજય મુંડે સામે પરાભૂત થયાં હતાં. મહારાષ્ટ્રની શિંદેની આગેવાની હેઠળની સરકારમાં ભાજપની સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત પવાર) પણ ભાગીદાર છે. ધનંજય મુંડે પરલી વિધાનસભાની બેઠકના વર્તમાન વિધાનસભ્ય હોવાથી તે બેઠક ભાજપે રાષ્ટ્રવાદી (અજિત પવાર)ને આપવી પડે. તે બાબતને ધ્યાનમાં રાખીને પંકજા મુંડેએ કહ્યું છે કે રાષ્ટ્રવાદી (અજિત પવાર) સાથે સમજૂતી પછી મારા માટે કોઈ બેઠક બાકી રહી નથી.

બીડની લોકસભાની બેઠક વિશે પંકજા મુંડેએ જણાવ્યું હતું કે, મારી બહેન પ્રીતમ મુંડેએ સાંસદ તરીકે મતવિસ્તારમાં સારી કામગીરી બજાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ