• રવિવાર, 14 એપ્રિલ, 2024

પારસી સંસ્કૃતિનો અભ્યાસ કરવા મુંબઈ વિદ્યાપીઠ કેન્દ્રની રચના કરશે  

મુંબઈ, તા. 1 : મુંબઈ યુનિવર્સિટીએ પારસી ઝોરાષ્ટ્રીયન સંસ્કૃતિનો અભ્યાસ કરવા અવેસ્ટા પહલવી સ્ટડી સેન્ટરની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે.

ગુરુવારે સંબંધમાં યુનિવર્સિટીએ લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રાલય સાથે એમઓયુ પર સહી કરી હતી. વર્ષના શૈક્ષણિક વર્ષથી શરૂ થનારું અભ્યાસ સેન્ટર યુનિવર્સિટીની સ્કૂલ અૉફ લેંગ્વેજ દ્વારા સંચાલિત કરાશે.

યુનિવર્સિટીને સંબંધમાં કેન્દ્ર તરફથી રૂપિયા 12 કરોડની નાણાકીય સહાય પ્રાપ્ત થઈ છે. ફંડથી લેંગ્વેજ લેબ, મલ્ટિમીડિયા સ્ટુડિયો અને એન્સીલીયરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર અવેસ્ટા પહલવીના વારસા, પારસી સંસ્કૃતિ અને ભારતના વિકાસમાં પારસીઓના ફાળાના ઈતિહાસને જાળવી રાખવા માગે છે.અવેસ્ટા પહલવી સ્ટડીઝમાં સર્ટિફિકેટ અને ડિપ્લોમા સ્તરના કોર્સ ઉપરાંત માસ્ટર્સ અને પીએચડીના અભ્યાસક્રમો પણ હાથ ધરાશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ