• રવિવાર, 14 એપ્રિલ, 2024

અન્ય પછાત જાતિઓમાં ગુજરાતી જ્ઞાતિઓનો સમાવેશ કરાવતા હેમરાજ શાહ  

મુંબઈ, તા. 1 : .બી.સી. તરીકે ઓળખાતી મહારાષ્ટ્ર રાજ્યની અન્ય પછાત જાતિને નુકસાન કર્યા વગર મરાઠા જાતિને શ્રેણીમાં સમાવેશ કરી આરક્ષણ સંબંધી ગેઝેટ બહાર પાડીને મહારાષ્ટ્ર સરકારે વર્ષોથી આંદોલનો કરીને લડત ચલાવતી મરાઠા જાતિની માગણીઓ પૂરી કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સામાન્ય લોકોને એવી શંકા છે કે, અધિસૂચના કોર્ટમાં તાકી શકાશે કે નહીં!

બીજી તરફ, બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ હેમરાજ શાહે વર્ષોથી એકલવીર તરીકે ઝઝૂમીને, કોઈ પણ પ્રકારના મોરચા કે ઉપવાસ પર ઊતર્યા વગર અને પોતાના કોઈ પણ પ્રકારના અંગત સ્વાર્થ વગર, મહારાષ્ટ્રમાં રહેતી દસથી વધારે જ્ઞાતિઓને અન્ય પછાત જાતિની યાદીમાં સામેલ કરાવીને તે અંગેની અધિસૂચના બહાર પડાવી હતી!

તેમના બે સફળ પ્રયાસોના કારણે આજે બધી જ્ઞાતિઓના લોકો મળવા જોઈતા તમામ આરક્ષણનો લાભ લઈને હેમરાજ શાહને અંતરથી આશીર્વાદ આપી રહ્યા છે. આશ્ચર્યની વાત તો છે કે, હેમરાજ શાહે કાર્ય માટે કોઈ રાજકીય પક્ષ કે રાજકીય નેતાઓની મદદ પણ લીધી નથી.

મહારાષ્ટ્ર સરકારે અન્ય પછાત જાતિની અધિસૂચનામાં (45) ગુર્જર કડિયા, (53) પરજિયા સોની, (82) કુંભાર, (108) નાવી, વાણંદ, હજામ, (153) દરજી, સઈ સુથાર, (170) ભાવસાર, (174) સુતાર, (177) પિંજારા, (309) મણિયાર, (303) લોહાર સહિતની જ્ઞાતિઓને આરક્ષણમાં સમાવેશ કરવા પુણે જઈને ખત્રી આયોગ પાસે જાતે હાજર થઈ અન્ય પછાત જાતિઓની યાદીમાં બધી જ્ઞાતિઓને સામેલ કરાવી હતી. ગુજરાતી સમાજમાં લોકો માટે તેમના હિતમાં કરેલી યશસ્વી કામગીરીની અખબારોએ પણ નોંધ લીધી હતી.

પરજિયા સોની અને સઈ સુથાર જ્ઞાતિઓએ તો તેમના કલ્યાણકારી કાર્ય બદલ હેમરાજ શાહનું જાહેર સન્માન પણ કર્યું હતું. હંમેશ મુજબ ગાંઠના ગોપીચંદન કરીને બધી જ્ઞાતિઓ માટે હેમરાજ શાહે જે મહેનત કરી કૌશલ્ય દાખવ્યું હતું તેના માટે મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ તેમનો આભારી છે અને મુંબઈની એક માત્ર સંસ્થા બૂહદ્ મુંબઈ ગુજરાતી સમાજનો આભાર માને છે.

આરક્ષણના દરેક જ્ઞાતિને દરેક પ્રકારના લાભ મળતા થઈ જતાં તેમની સામાજિક સ્થિતિમાં ખૂબ સુધારો જોવા મળ્યો છે. મેડિકલમાં ઍડ્મિશન માટે દસ લાખ રૂપિયાથી પણ વધારે ડોનેશન આપવું પડતું હોય છે. એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવવો દોહ્યલો હોય છે. ત્યાં પણ મોટી રકમનું ડોનેશન આપવું પડતું હોય છે. સિવાય પણ સારી કૉલેજોમાં પ્રવેશ મેળવવા માટે પણ ટ્રસ્ટને ડોનેશન આપવાં પડતાં હોય છે. બધી યાતનાઓમાંથી .બી.સી. વિદ્યાર્થીઓ મુક્ત બની જાય છે. હેમરાજ શાહના સફળ પ્રયાસોએ અસંખ્ય વિદ્યાર્થીઓનાં સુંદર ભવિષ્યના દ્વાર ખોલી આપ્યાં છે અને તેમના વાલીઓને વિકટ સ્થિતિમાં મુક્તિ અપાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ