• રવિવાર, 14 એપ્રિલ, 2024

રાજ્ય સરકાર પાણી આપવા તૈયાર મુંબઈગરા પરથી પાણીકાપ ટળ્યો  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્ર સરકારે મુંબઈ પાલિકાને ભાત્સા અને વૈતરણામાંથી વધારે પાણી આપવાની ખાતરી આપી હોવાથી મુંબઈગરા ઉપર તોળાતું દસ ટકા પાણીકાપનું સંકટ ટળ્યું છે. વર્ષ 2021 અને 2022માં મુંબઈમાં ચોમાસું 15મી અૉક્ટોબર સુધી સક્રિય રહ્યું હતું. જોકે, વર્ષ 2023ના અૉક્ટોબરમાં વરસાદ પડયો નહોતો. તેથી પાણીના જથ્થામાં ખાધ રહી હતી. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે પાણીના જથ્થાની ખાધ 5.58 ટકા રહી હતી. પહેલી માર્ચ, 2024ના દિવસે મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં 42.67 ટકા પાણીનો જથ્થો હતો. તેથી વર્તમાન ઝડપે પાણીનો જથ્થો વાપરવામાં આવે તો 30મી જૂન સુધી મુંબઈમાં પાણીની કારમી તંગી ઊભી થાય એવી શક્યતા હોવાથી પાલિકાએ 10 ટકા કાપ લાદવાની તૈયારી કરી હતી.

જોકે, મહારાષ્ટ્ર સરકારે ભાત્સા અને વૈતરણામાંથી મુંબઈગરા માટે પાણી આપવાની સંમતિ દર્શાવી છે. તેથી મુંબઈ પાલિકાએ દસ ટકા પાણીકાપ મૂકવાની હિલચાલ પડતી મૂકી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ