• શનિવાર, 13 એપ્રિલ, 2024

ચૂંટણી ઢંઢેરા માટે ભાજપ જનમત લેશે  

મુંબઈ, તા. 1 : લોકસભા ચૂંટણી મહિનામાં જાહેર થવાની છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં ગમેત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. ભાજપ દ્વારા પણ જોરદાર તૈયારી અને નિયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપે મહારાષ્ટ્રની લોકસભાની બેઠકો માટે 23 નિરીક્ષકોની નિમણૂક કરી છે. ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાનું કામ પણ શરૂ કર્યું છે. માટે વખતે પહેલીવાર જુદી કલ્પના અમલમાં મૂકી છે. ચૂંટણી ઢંઢેરામાં કયા મુદ્દા હોવા જોઈએ માટે ભાજપે જનતાનો મત લેવાનું નક્કી કર્યું છે. માટે રાજ્યના દરેક જિલ્લાથી લોકોનાં સૂચનો મગાવવામાં આવશે. 

લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રકાશિત કરવામાં આવનારા ઢંઢેરામાં કયા મુદ્દાનો સમાવેશ કરવો અને વિકસિત ભારત કેવું હોવું જોઈએ માટે પાર્ટીએ નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યાં છે. 15મી માર્ચ સુધીમાં નાગરિકોએ પોતાના સૂચનો પક્ષના કાર્યાલયમાં મોકલવા, એવું ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે. નમો ઍપ, ટ્વિટર જેવાં માધ્યમથી પણ નાગરિકો સૂચનો મોકલાવી શકશે. ખાસ તો, મોદી સરકારનાં વિકાસકાર્યોની માહિતી આપવા માટે `િવકસિત ભારત-મોદી કી ગૅરન્ટી રથ' (વીડિયો વૅન) તમામ લોકસભા મતદારસંઘમાં ફરવાનો છે. દ્વારા પણ નાગરિકો પોતાના સૂચનો ભાજપને મોકલાવી શકશે. વીડિયો વૅનના માધ્યમથી 250 સ્થળે સમાજના વિવિધ ઘટકો સાથે સંવાદ સાધવામાં આવશે. 9090902024 મોબાઈલ નંબર પર પણ લોકો ઢંઢેરા અંગે સૂચનો આપી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ