• શનિવાર, 13 એપ્રિલ, 2024

મુંબઈની હવાની ગુણવત્તા મધ્યમ એક્યુઆઈ સાથે ફરીથી બગડી  

મુંબઈ, તા. 1 : મુંબઈની સર્વાંગી એર ક્વૉલિટી ઈન્ડકિસ (એક્યુઆઈ) છેલ્લા બે દિવસથી ફરીથી બગડી છે અને સતત બીજા દિવસે તે મધ્યમ કેટેગરીમાં આવી ગઈ હતી. શહેરે હાલ ધુમ્મસની ચાદર ઓઢી લીધી હોય એવું લાગે છે. શહેરમાં સારી અને સંતોષકારક એક્યુઆઈ નોંધાયાના એક સપ્તાહ બાદ આવું થયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના ડેશ બોર્ડ પ્રમાણે ગુરુવારે મુંબઈની સર્વાંગી એક્યુઆઈ 156ની રહી હતી જ્યારે અગાઉના દિવસે એટલે કે બુધવારે તે 151ની રહી હતી.

મુંબઈના 23 ઍર ક્વૉલિટી મોનિટરિંગ સ્ટેશનોમાંથી ત્રણ સ્ટેશનો ખાતે હવાની ગુણવત્તા ખરાબ (પૂઅર એક્યુઆઈ) નોંધાઈ હતી જ્યારે બે સ્ટેશનો ખાતે સારી એક્યુઆઈ નોંધાઈ હતી જ્યારે બાકીનાં સ્ટેશનો ખાતે 120થી 170ની એકર ખાઈ નોંધાઈ હતી જે મોડરેટ કેટેગરીમાં આવે છે. વર્લ્ડ ખાતે 289ની સૌથી ખરાબ એક્યુઆઈ નોંધાઈ હતી ત્યારબાદ કાંદિવલીની 228, કોલાબા 207 રહી હતી. મુલુંડ ખાતે 94ની સારી એક્યુઆઈ જ્યારે બોરીવલી ખાતે 98ની એક્યુઆઈ નોંધાઈ હતી.દરમિયાન ગુરુવારે મુંબઈમાં મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું જે રાબેતા કરતાં પાંચ ડિગ્રી વધારે હતું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ