• રવિવાર, 14 એપ્રિલ, 2024

ભાવિ પેઢીના કલ્યાણ માટે વેલ્સના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : `ભાવિ પેઢીનું કલ્યાણ' વિશેના કાયદા વિશે જનજાગૃતિ કરવાના હેતુથી વેલ્સ (યુકે)ના પ્રતિનિધિમંડળે આજે મુંબઈ પાલિકાની મુલાકાત લીધી ત્યારે મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ અને મુંબઈ ઉપનગર જિલ્લાના પાલકપ્રધાન મંગલપ્રભાત લોઢાએ તેઓ સાથે વિવિધ વિષયોની ચર્ચા કરી હતી.

ભવિષ્યમાં શાશ્વત વિકાસ, ઉદ્યોગ, શિક્ષણ, રોજગાર અને પર્યાવરણ જેવા વિષયો અંગે પ્રતિનિધિમંડળે લોઢાને અને મુંબઈ પાલિકાના અધિકારીઓને જાણકારી આપી હતી. લોઢાએ પ્રતિનિધિમંડળના સભ્યોને મુંબઈ પાલિકા દ્વારા ચલાવવામાં આવતા વિવિધ ઉપક્રમો વિશે માહિતી આપી હતી. વેલ્સના પ્રતિનિધિમંડળે મુંબઈ પાલિકાના આફત વ્યવસ્થાપન ખાતાની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ ખાતાના કામકાજ અને તંત્રજ્ઞાન સંબંધી માહિતી મેળવી હતી. પાલિકા દ્વારા મહાપૂર, ભૂસ્ખલન, આગના બનાવો, આતંકવાદી હુમલો, બૉમ્બસ્ફોટ અને કોરોનાકાળમાં કરવામાં આવેલાં કામો આધારિત ફિલ્મ પણ પ્રતિનિધિમંડળને દેખાડવામાં આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ