• રવિવાર, 14 એપ્રિલ, 2024

અદાણી ગ્રુપ અને ઉબેરનું જોડાણ દેશમાં ઇવી ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકે!   

ઝીરો એમિશન, રોજગારી સર્જન અને `સુપર ઍપ'થી સીમલેસ સેવાઓ

મુંબઈ, તા. 1 : અદાણી જૂથના ચૅરમૅન ગૌતમ અદાણી અને કેબ બાકિંગ ઍપ કંપની ઉબેરના સીઈઓ દારા ખોસરો શાહી વચ્ચેની બેઠક બાદ માર્કેટમાં ચર્ચાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં થયેલી ખાસ મુલાકાત બાદ બંને કંપનીઓએ સાથે મળીને કામ કરવાના સંકેત આપ્યા છે. બંને ઉદ્યોગ નેતાઓએ ભારતના વિકાસ અને વિઝન પર ચર્ચાઓ કરી દેશમાં ઇવી ટ્રાન્ઝિશનને વેગ આપવા મોબિલિટી સર્વિસ પ્રોવાઈડર બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.  

અદાણી ગ્રુપે -બસના કાફલાઓમાં બીડ કરીને ઇલેક્ટ્રિક માસ મોબિલિટી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ઉબેર સાથેનું જોડાણ અદાણી ગ્રુપના રિન્યુએબલ ઍનર્જી પુશ સાથે સારી રીતે બંધ બેસે છે. તે સમગ્ર ભારતમાં ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું કરી ઇવી ફ્લીટને ગ્રીન ઍનર્જી સાથે પાવારિંગ લૂપને પૂર્ણ કરે છે. ભાગીદારીથી ભારતમાં ઇલેક્ટ્રિક ફોર-વ્હીલરને અપનાવવાની ક્ષમતા વધી જશે, કારણ કે ઉત્પાદકો આર્થિક રીતે સદ્ધર બનવા મોટા પાયે વ્યાપારી એપ્લિકેશનો શોધી રહ્યા છે. 

ઉબેર માટે તે વિશ્વની સૌથી મોટી ઇવી ફ્લીટ ભાગીદારીમાંની એક બની શકે છે. 

અદાણી જૂથ આગામી 10 વર્ષમાં ભારતના ગ્રીન ઍનર્જી ટ્રાન્ઝિશનમાં રૂા. 100 બિલિયનનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે અને 2027 સુધીમાં 10 ગિગા વૉટ સુધીની સૌર ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના ધરાવે છે. તો ઉબેર 2040 પહેલાં શૂન્ય-ઉત્સર્જન ગતિશીલતા પ્લૅટફૉર્મ બનવાની તેની પ્રતિબદ્ધતાને અનુસરતા ભારત સહિત વિશ્વભરમાં ઇવી વાહનોના કાફલા સાથે ઉતરવાનું વિચારી રહ્યું છે. ઉબેરની ઇકો-ફ્રેન્ડલી ઇવી સેવા (ઉબેર ગ્રીન) દિલ્હીમાં પહેલેથી ઉપલબ્ધ છે.  

ઉબેર સાથે ભાગીદારીનું પગલું અદાણી ગ્રુપને આગામી દસ વર્ષમાં ઍનર્જી ટ્રાન્ઝિશન સહિતના ઉદ્યોગોમાં રૂા. 100 અબજનું રોકાણ કરવાની યોજનામાં મદદરૂપ સાબિત થશે. બસ, કોચ અને ટ્રક જેવા ઈલેક્ટ્રિક કૉમર્શિયલ વાહનોમાં ધરાવતું અદાણી જૂથ આગામી સમયમાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોમાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે. વળી મોટા પાયે ઇવી અપનાવવાથી મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થઈ શકે છે. ડ્રાઈવર ઉદ્યોગ સાહસિકો માટે પણ તે રોજગારીનું નવું પ્લૅટફૉર્મ પૂરું પાડશે. જેના કારણે ભારતમાં અર્થતંત્રને પણ મોટું પુશ મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ