• શનિવાર, 13 એપ્રિલ, 2024

અમુલ વધુ દેશોમાં દૂધનું વેચાણ કરશે  

મુંબઈ, તા. 1 : અમુલે તાજેતરમાં અમેરિકામાં ફ્રેશ મિલ્કના વેચાણનો પ્રારંભ કર્યો છે. ગુજરાત કો-અૉપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મૅનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે હજી વધુ દેશોમાં ફ્રેશ મિલ્કનું વેચાણ કરવાનો પ્લાન છે. માટે વિવિધ તકોની શક્યતા તપાસાઈ રહી છે. આગામી થોડાક મહિનામાં અંગેની જાહેરાત કરવામાં આવશે. પનીર, દહીં, ફલેવર્ડ મિલ્ક, આઇક્રીમ, ચૉકલેટ વગેરે જેવી અમુલ પ્રોડક્ટ્સની 50 કરતાં વધુ દેશો ખાતે નિકાસ કરવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ