• રવિવાર, 14 એપ્રિલ, 2024

બેઠકોની વહેંચણી અને ઉમેદવારોની પસંદગી માટે `મહાયુતિ'માં ખેંચતાણ  

ઘટક પક્ષો દ્વારા બેઠકોની વહેંચણીની જાહેરાતમાં વિલંબ 

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની બનેલી શાસક `મહાયુતિ' અને ત્રણ વિપક્ષોની બનેલી `મહાવિકાસ આઘાડી' એમ રાજકીય પક્ષોમાં બેઠકોની વહેંચણી અને ઉમેદવાર પસંદ કરવામાં ભારે ખેંચતાણ ચાલી રહી છે. તેના કારણે `મહાયુતિ'ના ઘટક પક્ષો બેઠકોની સમજૂતીની વિગતો બહાર પાડવાને બદલે તબક્કાવાર ઉમેદવારોનાં નામ જાહેર કરી રહ્યા છે. શાસક `મહાયુતિ'ની છાવણીમાં બેઠકોની વહેંચણી અને ઉમેદવારો નક્કી કરવાની કામગીરી ભાજપ દ્વારા કરવામાં આવેલા ગૃહકાર્યના આધારે કરવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ