• શનિવાર, 13 એપ્રિલ, 2024

અદાણી પોર્ટ્સના કાર્ગો હેન્ડલિંગમાં 24 ટકાની વૃદ્ધિ  

વર્ષ 2023-24માં 42 કરોડ ટન કાર્ગોનું હેન્ડલિંગ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોને માર્ચ 2024માં 3.80 કરોડ ટન કાર્ગોનું હેન્ડલિંગ કર્યું છે. નાણાકીય વર્ષ 2023-24માં અદાણી પોર્ટ્સએ 42 કરોડ ટન કાર્ગોનું હેન્ડલિંગ કર્યું છે. જે ગયા વર્ષ કરતાં 24 ટકા વધારે છે. કુલ કાર્ગો હેન્ડલિંગના વોલ્યુમમાં અદાણી ગ્રુપની કંપનીના આઠ પોર્ટ્સનો હિસ્સો 84 ટકા જેટલો રહ્યો છે. કાર્ગો હેન્ડલિંગનો ગ્રોથ રેટ ડબલ ડિજિટમાં રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ