• રવિવાર, 14 એપ્રિલ, 2024

રૂા. 4500 કરોડના લક્ષ્ય સામે પ્રૉપર્ટી ટૅક્સ પેટે રૂા. 3195.91 કરોડ વસૂલ  

સહુથી વધુ રૂા. 336.45 કરોડ એચ (પૂર્વ) વૉર્ડમાંથી વસૂલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મુંબઈ પાલિકાએ નાણાકીય વર્ષ 2023-'24માં પ્રૉપર્ટી ટૅક્સ પેટે રૂા. 3195.91 કરોડ પ્રાપ્ત કર્યા છે.

મુંબઈ પાલિકાના વધારાના આયુક્ત અશ્વિની જોશીએ જણાવ્યું હતું કે ગત માર્ચમાં પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે જોરદાર પ્રયાસો આદરવામાં આવ્યા હતા. તેના પગલે ગત 19મી માર્ચે 100 કરોડ રૂપિયા, 28મી માર્ચે 304 કરોડ રૂપિયા, 29મી માર્ચે 171 કરોડ રૂપિયા, 30 માર્ચે 171 કરોડ રૂપિયા અને 31મી માર્ચે 190.34 કરોડ રૂપિયા એકઠા કરી શકાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ