• રવિવાર, 14 એપ્રિલ, 2024

ગોખલે પુલ અને બરફીવાલા ફ્લાયઓવરને જોડવાનું કામ ઝડપથી પૂર્ણ કરવા પાલિકાએ ચૂંટણી પંચ પાસે માગી મંજૂરી  

મુંબઈ, તા. 1 : નવનિર્મિત ગોખલે પુલને બરફીવાલા ફ્લાયઓવરને જોડવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મુંબઈ પાલિકાએ ચૂંટણી આચારસંહિતાના સમયગાળા દરમિયાન નિર્માણકાર્યને ચાલુ રાખવા માટે ભારતીય ચૂંટણી પંચ પાસે પરવાનગી માગતો પત્ર લખ્યો છે. ફ્લાયઓવરને ગોખલે પુલ સાથે જોડવાનો ખર્ચ રૂા. આઠ કરોડ થવાનો અંદાજ છે. જેનું ટેન્ડર તૈયાર કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. બીડ મંગાવતા પહેલા ચૂંટણી પંચની મંજૂરી જરૂરી છે. ગોખલે પુલનો બીજો ભાગ ડિસેમ્બર 2024 સુધી તૈયાર થઈ જશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ