• રવિવાર, 14 એપ્રિલ, 2024

પેટમાં છુપાવી રૂા. 11 કરોડની કિંમતવાળી કોકેનની 74 કૅપ્સ્યૂલ  

મુંબઈ, તા. 1 : મુંબઈ કસ્ટમ વિભાગે આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરથી પશ્ચિમ આફ્રિકા ખંડના સિએરા લીઓન દેશમાંથી આવેલી એક વ્યકિત પાસેથી રૂા. 11 કરોડની કિંમતનું 1.1 કિલોગ્રામ કોકેન જપ્ત ર્ક્યું હતું. ડીઆરઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવેલી વ્યકિતઓ કોકેન ભરેલી 74 જેટલી કૅપ્સ્યૂલ શરીરમાં છૂપાવી હતી. આરોપીને  કેફી દ્રવ્યોની હેરફેર કરનારાઓ દ્વારા કૅપ્સ્યૂલની દાણચોરી કરવા માટે અંદાજે રૂા. 83,000 આપવાની લાલચ આપવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ