• શનિવાર, 13 એપ્રિલ, 2024

વસઈ કિલ્લા વિસ્તારમાં કૅમેરા ટ્રેપ દ્વારા દીપડાની શોધ  

મુંબઈ. તા. 2 : વસઈ કિલ્લાની આસપાસના વિસ્તારમાં દીપડો દેખાતાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીંના લોકોના જીવ પડીકે બંધાયા છે. દીપડાને પકડવા માટે વનવિભાગે પ્રયત્નો શરૂ કર્યા છે. કૅમેરા ટ્રેપના માધ્યમથી દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.  વસઈ (પશ્ચિમ)માં વસઈ કિલ્લાની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગીચ ઝાડીઓ આવેલી છે. શુક્રવારે રાત્રે આઠેક વાગ્યે અહીં દીપડાની હિલચાલ જોવા મળી હતી. ટુ-વ્હીલર પરથી પસાર થતી એક વ્યક્તિએ વનવિભાગને માહિતી આપતાં વાઈલ્ડલાઈફ વેલ્ફેર ઍસોસિયેશને લાઈવ કૅમેરા સહિત વિસ્તારમાં કૅમેરા ટ્રેપ લગાડયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ