• રવિવાર, 14 એપ્રિલ, 2024

કોંકણની આફૂસ કેરીનો સ્વાદ ઘેરબેઠા માણવા મળશે  

ટપાલ વિભાગની પહેલ

મુંબઈ. તા. 2 : ભારતીય ટપાલ વિભાગે નવી પહેલ શરૂ કરી છે. હવે કોંકણની અસલ અૉર્ગેનિક આફૂસ કેરી ઘેરબેઠા મળી શકશે. ટપાલ વિભાગે `ઉત્પાદકથી ગ્રાહક' સેવા શરૂ કરી છે. એમાં દેવગડની અસલી આફૂસ કેરી ગ્રાહકોને પહોંચાડવામાં આવશે. વર્તમાનમાં સેવા સાંગલી શહેરના કેટલાક ટપાલ કાર્યાલયમાં શરૂ કરવામાં આવી છે. સાંગલીની ચાર પોસ્ટ અૉફિસમાં રજિસ્ટ્રેશન માટે અૉફલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ