• રવિવાર, 14 એપ્રિલ, 2024

વીજ કંપનીઓએ ટેરિફ વધારતા ગ્રાહકોએ વિદ્યુત દર વધારો ચૂકવવો પડશે  

મુંબઈ, તા. 2 : સામાન્ય રીતે ઉનાળામાં વધુ વીજળી દર ચુકવતા ગ્રાહકોએ પાવર કંપનીઓએ 1 એપ્રિલથી વીજ દર વધારતાં વધુ વિદ્યુત દર ચુકવવો પડશે. તાતા પાવરના ગ્રાહકોએ 44થી 59 ટકા સુધીનો વીજદર વધારો, જ્યારે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિ. (એમએસઈડીસીએલ)ના ગ્રાહકોએ 5.7 ટકા વધારો ચુકવવો પડશે. એમએસઈડીસીએલના ઘરેલું ગ્રાહકો દર મહિને 100 યુનિટનો ઉપયોગ કરતા હોય તેમણે યુનિટ દીઠ 30 પૈસા વધુ ચુકવવા પડશે. 101થી 300 યુનિટ માટે યુનિટ દીઠ 65 પૈસાનો વધારો જ્યારે 301થી 500 યુનિટ માટે યુનિટ દીઠ 94 પૈસાનો વધારો ચુકવવો પડશે. 500થી વધુ યુનિટ માટે યુનિટ દીઠ 1.07 રૂપિયાનો વધારો ચુકવવો પડશે. ઉપનગરીય મુંબઈમાં તાતા પાવરના ગ્રાહકોને સૌથી વધુ ટેરિફના આંચકાનો સામનો કરવો પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ