• સોમવાર, 04 માર્ચ, 2024

ભારતને `જ્વેલરી હબ' બનાવતી જેમ્સ ઍન્ડ જ્વેલરી કાઉન્સિલ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 25 : જ્વેલરી ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ અને નિકાસકારોને એક સૂત્રથી બાંધતી સર્વોચ્ચ વેપારી સંસ્થા અૉલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)એ એવી જાહેરાત કરી હતી કે તે વિશ્વમાં પ્રથમવાર ઇન્ડિયા જ્વેલરી શોપિંગ ફેસ્ટિવલ (આઈજેએસએફ)નું આયોજન કરી રહી છે. આ ઉદ્યોગના વેપારના ઉત્કર્ષ માટે તે આવું કરી રહી છે. આઈડીટી જેમોલૉજિકલ લેબોરેટરીઝ વર્લ્ડવાઇડ ટાઇટલ સ્પોન્સર છે અને આ ફેસ્ટિવલ માટેની સ્પોન્સર ડિવાઇન સોલીટેયર્સ રહેશે.

બીટુસી સ્કીમ 12 અૉક્ટોબરથી 17 નવેમ્બર 2023 સુધી જ્યારે બીટુબી સ્કીમ પહેલી જૂન 2023થી 31મી અૉક્ટોબર 2023 સુધી યોજાશે.આઈજેએસએફ ભારતને જ્વેલરી શૉપિંગનું વૈશ્વિક સ્થાન બનાવવા માગે છે. પાંચ સપ્તાહ લાંબા આ ફેસ્ટિવલનો ઉદ્દેશ ભારતના કલા વારસાને અને સંસ્કૃતિને ઉત્તેજન આપવાનો છે.

જીજેસીના ડાયરેક્ટર અને આઈજેએસએફના કન્વીનર દિનેશ જૈને જણાવ્યું હતું કે `આઈજેએસએફનો ઉદ્દેશ ભારતને જ્વેલરીનું હબ બનાવવાનો છે. આ ફેસ્ટિવલ દુબઈ ફેસ્ટિવલ જેવો જ હશે જે વિશ્વના બિઝનેસ અગ્રણીઓ અને ગ્રાહકોને આકર્ષશે. ભારતીય ઝવેરીઓની વિશ્વસનીયતા સ્થાપવાનો આઈજેએસએફનો હેતુ છે. ભારત સરકારની મદદથી અમે દેશમાં જ્વેલરી ટૂરીઝમને પ્રોત્સાહન આપશું. ટૂરીઝમ મંત્રાલય અને ટ્રાવેલ એજન્ટોના સહયોગથી ટૂરિંગ પૅકેજીસ અૉફર કરશું.