• સોમવાર, 04 માર્ચ, 2024

45 એમએમ સાથે મહિનાનો વરસાદ 100 મિમી નોંધાયો  

અૉગસ્ટમાં ગેરહાજર રહેલું ચોમાસું પાછું ફર્યું 

મુંબઈ, તા. 27 : શનિવારે સવારે 8.30 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 45 એમએમ વરસાદ નોંધાતા આ મહિને શહેરમાં પ્રથમવાર વરસાદ હલચલ જોવા મળી હતી. મોટા ભાગનો વરસાદ જોકે ઉપનગરોમાં પડ્યો હતો ત્યારે કોલાબા વેધશાળાએ 10.2 એમએમ વરસાદ નોંધ્યો હતો, જે હળવી કેટેગરીમાં આવે છે.મુંબઈ અને તેના આસપાસના વિસ્તારો માટેની ભારતીય હવામાન ખાતાની પાંચ દિવસની આગાહી જણાવે છે કે, 30 અૉગસ્ટ સુધી હળવો કે મધ્યમ વરસાદ પડશે.

જોકે, શહેરમાં અત્યાર સુધી આ મહિનો લગભગ સૂકો રહ્યો હતો. 25 અને 26 અૉગસ્ટ વચ્ચે 45 એમએમ વરસાદ પડતાં આ મહિનાનો કુલ વરસાદ 100 એમએમથી વધીને 122 એમએમ સુધી પહોંચ્યો હતો.ભારતીય હવામાન ખાતા મુંબઈનાં વૈજ્ઞાનિક સુષમા નાયરે જણાવ્યું હતું કે, 26 અૉગસ્ટના થાણે અને મુંબઈ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવી હતી અને છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. કેટલાક વિસ્તારોમાં એ દિવસે 60 એમએમ વરસાદ નોંધાયો હતો.

સ્વતંત્ર હવામાનશાસ્ત્રીઓએ પણ જણાવ્યું હતું કે પશ્ચિમના જોરદાર પવનો સાથે ભેજની ઉપલબ્ધતાને કારણે ભારે વરસાદ પડયો હતો. આ વરસાદ થતાં હવે અૉગસ્ટ મહિનો સાવ કોરો નહીં રહે.આ મહિનામાં વરસાદ નિયમિત રહ્યો નથી અને મોટી વિશ્રાંતિ બાદ પડયો છે. આ વર્ષે શહેરમાં વરસાદનું આગમન 25 જૂનના થવાની જાહેરાત કરાઈ હતી. સામાન્ય રીતે મુંબઈમાં 11 જૂનની આસપાસ વરસાદ આવતો હોય છે.