• રવિવાર, 14 એપ્રિલ, 2024

ગણેશ મંડળો બની રહ્યાં છે સોશિયલ મીડિયા સૅવી  

મંડળોના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટયુબ પર ફૉલોઅર્સની સંખ્યા લાખોમાં મસ્જિદ બંદરચા મોરયા મંડળે આગમન નિમિત્તે યોજી છે ફોટોગ્રાફી અને રીલ્સ સ્પર્ધા

આશિષ ભીન્ડે તરફથી

મુંબઈ, તા. 15 : શહેરની આગવી ઓળખસમા ગણેશોત્સવને પણ છેલ્લાં થોડાં વર્ષોથી સોશિયલ મીડિયાનો રંગ લાગ્યો છે. કોરોના કાળમાં સમયની માગ રૂપે મંચનો ઉપયોગ મુંબઈના ગણેશોત્સવ મંડળો કરતા થયાં હતાં, પણ હવે તો તમામ મોટાં મંડળો ઉપરાંત અન્ય આયોજનો પણ વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર સક્રિય થયાં છે. ગણેશ મૂર્તિના આગમન વિશે લોકોમાં સમાચાર પહોંચાડવા ઉપરાંત મંડળની પ્રવૃત્તિઓની અપડેટ્સ માટે તથા સભ્યો - ભક્તોને સંકળાયેલા રાખવા માટે પણ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં પ્લૅટફૉર્મ્સનો ઉપયોગ થાય છે. એટલું નહીં, મંચ પર ટ્રાફિક વધારવા મંડળના સભ્યોએ બનાવેલા વીડિયો અને રીલ્સ ઉપરાંત લોકોને સાંકળવા સ્પર્ધાઓ પણ યોજાવા લાગી છે.

સો વર્ષ જૂના મંડળ ચિંચપોકલી સાર્વજનિક ઉત્સવ મંડળ, જે ચિંચપોકલીચા ચિંતામણિ નામથી ઓળખાય છે, તેમની ગણેશ મૂર્તિના આગમનની તારીખ અને સમય સોશિયલ મીડિયા મારફત લોકો સુધી પહોંચ્યા હતા અને શહેરના ખૂણેખૂણેથી યુવાનો અને કિશોરો ચિંચપોકલી પહોંચ્યા હતા. મધ્ય રેલવેનાં વિવિધ રેલવે સ્ટેશનો અને વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ