• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

72 વર્ષ જૂના તારાપોરવાલા મત્સ્યાલયના સ્થાને નવું વિશ્વકક્ષાનું મત્સ્યાલય બંધાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : દેશનું સહુથી જૂનું તારાપોરવાલા મત્સ્યાલયની ઇમારતને મહારાષ્ટ્રના જાહેર બાંધકામ ખાતા દ્વારા બિસમાર જાહેર કરવામાં આવી હોવાથી હવે ત્યાં નવું વિશ્વકક્ષાનું મત્સ્યાલય બાંધવામાં આવશે.

મહારાષ્ટ્રના મત્સ્યપાલન ખાતાના કમિશનર ડૉ. અતુલ પાટણેએ જણાવ્યું હતું કે સમુદ્રની નજીક હોવાને લીધે અને કોસ્ટલ રોડના કામને કારણે મત્સ્યાલયની ઇમારત જર્જરિત થઈ હોવાનું જાહેર બાંધકામ ખાતાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બિલ્ડિંગનું સમારકામ થઈ શકે પણ તે વારંવાર કરવું પડે એવી સ્થિતિ છે. જાહેર જગ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લે છે. તેથી અમે ઇમારતને તોડી પાડવાનો નિર્ણય લીધો છે, એમ ડૉ. પાટણેએ ઉમેર્યું હતું.

જાહેર બાંધકામ ખાતાના અહેવાલ પછી તારાપોરવાલા મત્સ્યાલયમાંની સરકારી કચેરીઓનું નરીમાન પૉઇન્ટ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત તેમાંની 95 માછલીઓને પુણે અને 173 અમદાવાદ ટેમ્પો દ્વારા તેમ 257 માછલીઓને ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર (આઈબીસી) દ્વારા ચંદ્રપુર મોકલી આપવામાં આવી છે. આઈબીસી કન્ટેનરમાં 60 ટકા પાણી સાથે માછલીઓને મોકલવામાં આવી હતી, જેથી તેઓ પાણીમાં તરી શકે. તેઓના સ્થળાંતર પહેલાં કમ સે કમ બે દિવસ તેઓને ખોરાક આપવામાં આવ્યો નહોતો. તે પા