• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

સિડકો અને બે ડેવલપર્સ સાથે છેતરપિંડી માટે ઉદ્ધવ સેનાના રાયગઢના વડા સામે કેસ

નવી મુંબઈ, તા. 17 : મેટ્રો રેલ અને રેઇન ટ્રી રોડ પ્રોજેક્ટસ માટેની સિડકોની જમીન પ્રાપ્તિની ઍગ્રીમેન્ટનો ભંગ કરીને સિડકો તેમ અન્ય બે ડેવલપર્સ સાથે રૂપિયા 60 કરોડની છેતરપિંડી કરવા બદલ સીબીડી બેલાપુર પોલીસે શુક્રવારે શિવસેના (યુબીટી) રાયગઢ જિલ્લાના વડા સામે છેતરપિંડી અને વિશ્વાસના અપરાધિક ભંગ માટે એફઆઈઆર નોંધી હતી.

સીબીડી બેલાપુર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ ઇન્સ્પેક્ટર ગીરીધર ગોરેએ જણાવ્યું હતું કે બેલાપુર, ખારઘરનોડના સેક્ટર-3ના રહેવાસી આરોપી 

શિરીષ ઘરાટ (64) સામે સિડકોની ફરિયાદ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. કેસની તપાસ નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક અૉફેન્સ વિંગ દ્વારા કરવામાં આવી રહી છે.

એફઆઈઆર મુજબ મે 2018માં મેટ્રો રેલ અને રેઇન ટ્રી રોડ પ્રોજેક્ટ્સ માટે બેલાપુર વિલેજમાં શિરીષ ઘરાટની માલિકીની 25 ગૂંઠા જમીન પ્રાપ્ત કરવા માટે સિડકોએ ઠરાવનો પ્રસ્તાવ રાખ્યો હતો અને ઘરાટને 25 ગૂંઠા જમીન અન્યત્ર આપીને તેને રીતે વળતર આપવાનું હતું. પ્રસ્તાવને નવેમ્બર 2020માં મંત્રાલયના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (યુડીડી) મંજૂર કર્યો હતો. માર્ચ 2022માં સિડકો બોર્ડે ખારઘરના સેક્ટર સાતમાં 25 ગૂંઠા જમીન વળતર તરીકે આપવા મંજૂરી આપી હતી. એપ્રિલ 2022માં ઘરાટ અને સિડકોના ચીફ લૅન્ડ