• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

દંડ નહીં ચૂકવનારા વિરુદ્ધ ટ્રાફિક પોલીસ આરોપનામું નોંધાવશે  

`નિયમો તોડનારાના બૅન્ક ખાતામાંથી દંડની રકમ કાપીલ્યો'

મુંબઈ, તા. 17 : ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ જેઓને રૂા. 20,000 કરતાં વધારે રકમની નોટિસ મળી હોવા છતાં દંડની રકમ ભરી નહીં હોય તેઓ વિરુદ્ધ પોલીસ કોર્ટમાં આરોપનામું નોંધાવશે. અત્યાર સુધીમાં પોલીસે એક હજાર કરતાં વધુ વાહનોને રૂા. 50,000 કરતા વધુ રકમનાં ચલણ ઈસ્યુ કર્યાં છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપનામું નોંધાવાયા બાદ અદાલત ગુનેગારને સમન્સ પાઠવશે. આમ છતાં જો તે નહીં આવે તો છેલ્લા પગલાંરૂપે તેની વિરુદ્ધ વૉરંટ બહાર પાડવામાં આવશે. વાહનચાલકોને આપવામાં આવેલાં ચલણ અંગે તેઓ અદાલતમાં બચાવ કરવા પોતાની બાજુ માંડી શકશે.

મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) પ્રવીણ પડવળે જણાવ્યું હતું કે, જ્યારે વાહનચાલકો વાહનનો માલિકી હક ફેરવવા અને ફિટનેસ સર્ટિફિકેટ માટે આવે ત્યારે ટ્રાન્સપોર્ટ કમિશનરને દંડની રકમ વસૂલ કરવાની વિનંતી અમે કરી છે. શહેરની ચાર આરટીઓ ખાતે હેતુસર ટ્રાફિક પોલીસના અધિકારીઓને તહેનાત કરવામાં આવશે.

મુંબઈ વિકાસ સમિતિના એક્ટિવિસ્ટ . વી. શેણોયે જણાવ્યું હતું કે, વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમ તોડવાના ગંભીર પરિણામો વિશે સમજ કેળવાય જરૂરી છે. તેથી તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે. ઉપરાંત