મુંબઈ, તા. 17 : મુંબઈ-ગોવા એક્સ્પ્રેસ વે ઉપર રવિવારે વહેલી સવારે રાજ્ય પરિવહન નિગમની બસ અને ટ્રકના થયેલા ભીષણ અકસ્માતમાં એક પ્રવાસીનું મૃત્યુ તો 28 જણને ઇજા થઇ હોવાનું રાયગઢ પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિકારી અનુસાર આ દુર્ઘટના તલેગાંવ અને મનગાંવ વચ્ચે બની હતી. ટ્રક અને બસ સમાંતર ચાલી રહ્યા હતા ત્યારે બસ ઉપર ચાલકે કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં વિનોદ તરાળે (38)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને તેની પત્ની વૈષ્ણવી અને 15 વર્ષનો પુત્ર અથર્વ ગંભીર રીતે ઇજા પામ્યાં હતાં. આ અકસ્માતમાં નવ મહિલાઓ, ત્રણ યુવતીઓ અને પાંચ યુવાનો સહિત કુલ 28 પ્રવાસીઓને ઇજા થઇ છે.