• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

શૈક્ષણિક ક્ષેત્રે IIT મદ્રાસ, IIM અમદાવાદ ટોચે  

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પડાયું 

નવી દિલ્હી, તા.5: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ 2023 માટે પણ દેશભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આજે એટલે કે 5 જૂન, 2023ના રોજ બહાર પાડવામાં આવેલ એનઆઇઆરએફ રેન્કિંગ 2023 અનુસાર ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) મદ્રાસ દેશની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાન બની છે. આઇઆઇટી મદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે, જે તેણે સતત પાંચમા વર્ષે જાળવી રાખ્યો હતો. ત્યારબાદ બેંગ્લુરુમાં આવેલી ભારતીય વિજ્ઞાન સંસ્થા (આઇઆઇએસસી) બીજાં સ્થાને છે. બીજી તરફ, યુનિવર્સિટી કેટેગરીમાં આઆઇએસસી બેંગ્લુરુ પ્રથમ ક્રમે રહી છે.  

આઇઆઇટી મદ્રાસે ફરી એકવાર શિક્ષણ મંત્રાલયના એનઆઇઆરએફ રેન્કિંગ 2023ની એન્જિનિયારિંગ શ્રેણીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. આઇઆઇટી મદ્રાસનો ક્રમ સતત આઠમા વર્ષે જળવાઈ રહ્યો છે. તેના પછી આઇઆઇટી દિલ્હી બીજાં સ્થાને અને આઇઆઇટી બોમ્બે ત્રીજા સ્થાને રહી છે. તેવી જ રીતે ભારતની ટોચની કોલેજોની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટીનું મિરાન્ડા હાઉસ આ કેટેગરીમાં દેશમાં સર્વશ્રેષ્ઠ કોલેજ છે.

તેના પછી ડ્ઢેંની હિન્દુ કોલેજ બીજાં સ્થાને છે જ્યારે બેંગ્લુરુની પ્રેસિડેન્સી કોલેજ ત્રીજા સ્થાને રહી છે. સોમવારે જાહેર કરાયેલ એનઆઇઆરએફ રેન્કિંગ 2023 અનુસાર ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લુરુએ સંશોધન માટે શ્રેષ્ઠ સંસ્થાઓની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જો કે, ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) કાનપુર ઇનોવેશન કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમે રહી છે.   

દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજોની વાત કરીએ તો, એનઆઇઆરએફ રેન્કિંગ 2023 અનુસાર, ગુજરાતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇઆઇએમ અમદાવાદ) પ્રથમ સ્થાને છે. તે પછી બીજા સ્થાને આઇઆઇએમ બેંગ્લુરુ જ્યારે ત્રીજા સ્થાને આઇઆઇએમ કોઝિકોડ છે. 

નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એનઆઇપીઇઆર), હૈદરાબાદ એ એનઆઇઆરએફ રેન્કિંગ 2023ની ફાર્મસી કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેના પછી દિલ્હી સ્થિત જામિયા હમદર્દ બીજા સ્થાને અને ઇઈંઝજ પિલાની ત્રીજા સ્થાને રહી છે. લોની કેટેગરી વિશે વાત કરીએ તો નેશનલ લો યુનિવર્સિટી (એનએલયુ) બેંગ્લોરને એનઆઇઆરએફ રેક્નિંગ 2023માં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેના પછી એનએલયુ દિલ્હી અને યુનિવર્સિટી ઓફ લો હૈદરાબાદ અનુક્રમે બીજાં અને ત્રીજાં સ્થાને રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ